"The great secret of true success, of true happiness, is this: the man or woman who asks for no return, the perfectly unselfish person, is the most successful."
- Swami Vivekananda

અવસર - SP હોસ્ટેલ દ્વાર્ષિકોત્સવ 2020
Posted On: 01-01-2020
રામ રામ આપણાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ- છાત્રાલય નો વાર્ષિકોત્સવ "અવસર-૨૦૨૦" દિનાંક: ૧૨ જાન્યુઆરી ૨૦૨૦ રવિવારે બપોરબાદ ૩.૩૦ વાગ્યે નિર્ધારિત કર્યો છે, આપશ્રીને નેહનિતરતું નોતરું પાઠવીને નમ્ર અનુરોધ કરીએ છીએ કે,આપણાં આ અવસરને રૂડો બનાવવા માટે આપ સપરિવાર સમયસર ઉપસ્થિત રહો, અને અવસરમાં સહભાગી સૌ જ્ઞાતિબંધુ તથા વિદ્યાર્થીબંધુઓ સાથે સમગ્ર "આનંદોત્સવ-સંસ્કારોત્સવ" ના સાક્ષી બનીને " સારું કરવુ છે? શરૂ કરવાની હિંમત કેળવો" ના આપણા આ સુત્ર ને સાકાર બનાવવા આહુતિ અર્પણ કરી સામાજવિવેકનું પ્રત્યક્ષ દર્શન કરો અને કરાવો, સાભાર ધન્યવાદ સહ આપની સમયસર ઉપસ્થિતિને આવકારવા ઉત્સુક SP પરિવાર

 

અવસર

અવસર એટલે વલ્લભ વિદ્યાનગર  સ્થિત SP હોસ્ટેલ ના આંગણે ઉજવાતો સ્નેહનો મિલનોત્સવ;

અવસર એટલે એકમેકના મન સુધી જવાની એક તક કે જેમાં અંતરમાં સંઘરેલી દોસ્તી અને ભાઈઓની રમણીય, રમુજી અને ગમ્મતની વાતો તાજી થાય છે;

અવસર એટલે વીતેલા સમયની સુવર્ણ યાદોને વારંવાર વાગોળવાનો એક અમૂલ્ય લાભ.

ટૂંકમાં

અવસર એટલે અતીત ને હયાત કરવાનો એક અદભુત પ્રયાસ.