સરસ્વતીના ઉપાસકો ને વલ્લભવિદ્યાનગરમાં વિદ્યામંદિરની સાથે-સાથે ચિંતન-મનન કરવા માટે નો ઓટલો કે પોતીકું વ્યવસ્થિત નિવાસ સ્થાન ઉપલબ્ધ થાય અને સિદ્ઘિ મેળવવા અનુષ્ઠાન કરી શકે તેવી પવિત્ર જગ્યા હોવી અનિવાર્ય છે. આ પ્રકાર ની કલ્પનાનું આપણા જ સમાજના વિદ્યાપ્રેમીઓ, ઉપાસકો અને ભામાશાઓના મનમંદિરમાં સ્ફુરણ થયું, એ જ કલ્પનાના મજબુત પાયા પર દિનાંકઃ ૦૪-૦૩-૧૯૬૭, શનિવાર જેવા બળવાન દિવસે અમદાવાદ મુકામે શ્રી નરસિંહભાઈ ઉકાભાઈ પટેલ ના નિવાસ સ્થાને સાંજ ના ૦૪:૩૦ કલાકે ૩૭ જેટલા જ્ઞાતિબંધુઓ ઉપરોકત કલ્પનાને પ્રબળ વિચાર બનાવવા એકત્રિત થયા હતા અને અહી વલ્લભવિદ્યાનગરમાં છાત્રાલય નિર્માણનું આયોજન થયું, ત્યારે બેઠકના પ્રમુખસ્થાને આદરણીય શ્રી નવલરામ નરભેરામ પટેલ દ્ઘારા ‘શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ – વલ્લભવિદ્યાનગર’ આ નામની ઘોષણા કરી અને મંડળની સૌ પ્રથમ એડહોક કમિટી ની રચના થઈ જેમાં ૨૨ સદસ્યશ્રીઓ હતા.